Wednesday 12 June 2019

આમાં બ્રિટનનું ગૌરવ ક્યાં છે ? ડૉ એચ જી જોષી

આમાં બ્રિટનનું ગૌરવ ક્યાં છે?
ભારતનો ભાગેડુ વિજય માલ્યા નિર્દોષ પબ્લિકના પૈસા લઈ કાયદાકીય રીતે નફ્ટટાઈથી ભારત અને યુકે ના કાયદાનો આશરો લઇ મેચ જોવા
સ્ટેડિયમમાં આવી શકે !?
છાકટો છુટ્ટો હરી ફરી શકે?!
લોકો હુરીઓ બોલાવે! એ પાછો "થાય તે કરી લો" એટીટુડથી કટાક્ષમાં "થેંક્યું" પણ કહે !?
આમાં તાજનું ગૌરવ કયા છે ?!
માત્ર ભારત નહિ બ્રિટનમાં પણ ત્યાંના નાગરિકોને શરમ આવવી જોઈએ કે તે યુકે કોર્ટના પણ કરડી શન્કાના કડક પહેરા પર મેચ જોવા જાહેરમાં આવી સમગ્ર ન્યાય પ્રક્રિયા પર મજાક બને છે !
હજી મેચો રમાવવાની છે ! એજ પ્રખ્યાત બોબી નામથી વખણાતી બ્રિટિશ પોલીસ માલ્યાની સેવા કરશે ?! હડધૂત ધક્કા મુક્કી શક્ય હુમલાથી તેને બચાવશે !
યાદ રહે કે તે આંશિક બેઇલના લાભે છે ! સમ્પૂર્ણ નિર્દોષ,શકમન્દ માત્ર નથી. થોડાક રૂપિયા ભારતમાં અને થોડા પાઉન્ડ યુ કે માં વેરી ધાર્યું કરી શકતો માફિયા છે !
ભારતના રાજકારણમાં માથાકૂટ અને નિંદા પર ઉતરી જતા સુગાળ દોઢ ડાહ્યા બ્રિટિશ પત્રકારત્વ પર એક મોટી લપડાક છે. આજે " तुम खुदको आईने में देखो" આખી દુનિયા તેમને ટોણો મારે છે......
ડૉ એચ જી જોષી.